CSPO

 

ગુજરાત રાજ્યની ખરીદનીતિ -૨૦૧૬ સંદર્ભે વારંવાર પુછતા પ્રશ્નો


પ્રશ્ન-૧ગુજરાત રાજ્ય ખરીદનીતિ -૨૦૧૬ નું અમલીકરણ કોને કરવાનું રહેશે ?
જવાબ ગુજરાત રાજ્ય ખરીદનીતિ -૨૦૧૬ નો અમલ (અ) રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, ઓથોરીટી, સરકારમાંથી ગ્રાન્ટ મેળવતા બોર્ડ/નિગમો સોસાયટીઓ વિગેરીએ ચુસ્તપણે કરવાનો રહે છે. (બ) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પોતાની ખરીદ નીતિ, આ ખરીદ નીતિને સુસંગત તૈયાર કરવાની રહેશે.
 
પ્રશ્ન-૨ટેન્ડર ફી કેવી રીતે નક્કી કરવાની હોય છે ?
જવાબ ટેન્ડર ફી:- ખરીદી હેઠળની આઈટમના અંદાજિત કિંમત ધ્યાને કઈ, રૂ. ૨૫ લાખ સુધી રૂ. ૧૫૦૦/- ટેન્ડર ફી રૂ.૨૫ લાખ થી રૂ. ૫૦ લાખ સુધી રૂ.૨૫૦૦/-, રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડ સુધી રૂ. ૫૦૦૦/- અને રૂ. ૧ કરોડથી વધુ રકમની ખરીદી માટે રૂ. ૧૫૦૦૦/- ટેન્ડર ફી લેવાની રહે છે.
 
પ્રશ્ન-૩ઈ.એમ.ડી એટલે શું ? ઈ.એમ.ડી કેટલી રાખવાની રહે છે ?
જવાબ ઈ.એમ.ડી એટલે અર્નેસ્ટ મની ડીપોઝીટ જે ખરીદી હેઠળની આઈટમનાં કુલ મુલ્યનાં ૩% ઈએમડી રાખવાની રહે છે.
 
પ્રશ્ન-૪સીક્યોરીટી ડિપોઝીટ કેટલી રાખવાની રહે છે ?
જવાબ સીક્યોરીટી ડિપોઝીટ: ખરીદી હેઠળની આઈટમનાં કુલ મુલ્યનાં ૫% સીક્યોરીટી ડિપોઝીટ રાખવાની રહે છે.
 
પ્રશ્ન-૫સોલીટરી ઓફર એટલે શું ?
જવાબ સોલીટરી ઓફર:- સોલીટરી ઓફર એટલે કે એક જ ટેન્ડર મળેલ હોય અને/અથવા તાંત્રિક ચકાસણીમાં એક જ ટેન્ડર સ્વીકાર્ય રહેતું હોય તેવા કિસ્સામાં પણ બીડર પેઢીનું ફાયનાન્સીયલ બીડ ઓપન કરવાનું રહે છે. સોલીટરી ઓફર અથવા સ્પર્ધા મર્યાદિત થયેલ હોય તેવા કિસ્સામાં ખરીદી અંગેના આખરી નિર્ણય માટે ભાવના વાજબીપણાનો આધાર લેવાનો રહે છે. બીડર પેઢીઓ દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ સામે તે ચીજ – વસ્તુનાં પ્રવર્તમાન બજાર ભાવ (માર્કેટ સર્વે), ટેન્ડર પ્રસિધ્ધ કરનાર કચેરી – ઈન્ડેન્ટર કચેરીની છેલ્લી ખરીદીની વિગતો, બીડર પેઢી દ્વારા આ ચીજ વસ્તુ ક્યા ભાવે સપ્લાય કરે છે તેની વિગતો માટે સાયન્ટીફીક માર્કેટ સર્વે કરી ભાવના વાજબીપણાના અભિપ્રાય સાથે ખરીદી અંગેનો એજન્ડા જે તે સમિતિ સમક્ષ નિર્ણય અર્થે રજૂ કરવાનો રહેશે.
 
પ્રશ્ન-૬રાજ્યના અતિ નાના(સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ એકમોને પ્રાઇઝ ટેન્ડર ફોર્મની કિંમત ચુકવવામાંથી તથા ઇ.એમ.ડી ભરવામાંથી મુક્તિ ક્યારે મળે ?
જવાબ રાજ્યના અતિ નાના(સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ એકમો કે જે ટે ન્ડર પ્રક્રિયામાં સીધે સીધા જ ભાગ લે અને ખરીદી હેઠળની ચીજવસ્તુઓના ઉત્પાદન માટેનો નોંધણી નંબર ધરાવતા હોય ઉપરાંત સી.એસ.પી.ઓ અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમની નોંધણી ધરાવતા હોય તેવા એકમોને આ લાભ મળવાપાત્ર છે. (વિક્રેતા,એજન્ટ , ડેસ્ટ્રુબીટર કે અન્ય મધ્યસ્થી મારફત સરકારી ખરીદીમાં પરોક્ષ રીતે ભાગ લે તો તેમને આ મુક્તિનો લાભ મળવાપાત્ર નથી).
 
પ્રશ્ન-૭સામાન્ય સંજોગોમાં ઓન લાઈન (ઈ-ટેન્ડર) અથવા ઓફ લાઈન (ફીઝીકલ) ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા દિવસનો રાખવાનો રહે છે.
જવાબ સામાન્ય સંજોગોમાં ઓન લાઈન (ઈ-ટેન્ડર) અથવા ઓફ લાઈન (ફીઝીકલ) ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો ઓછામાં ઓછો ૨૧ દિવસનો રાખવાનો રહે છે.
 
પ્રશ્ન-૮ફાયનાન્સીયલ બીડ મુલ્યાંકન માટે પ્રવર્તમાન ખરીદ પધ્ધતિનાં નિયમો અને જોગવાઈઓ મુજબ એલ–૧ બીડર પેઢી કેવી રીતે નિયત કરવાની રહેશે?
જવાબ ફાયનાન્સીયલ બીડ મુલ્યાંકન માટે ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ અને ખરીદ પધ્ધતિનાં નિયમો અને જોગવાઈઓ મુજબ ભાવનું તુલનાત્મક પત્રક તૈયાર કરી એલ – ૧ બીડર પેઢી નિયત કરવાની રહેશે
 
પ્રશ્ન-૯ખરીદી માટે પ્રસિધ્ધ કરાએલ ટેન્ડરની પ્રસિધ્ધિ માટે બહોળો પ્રચાર કરવા શું કાળજી રાખવાની રહે છે?
જવાબ ખરીદી માટે પ્રસિધ્ધ કરાએલ ટેન્ડરની પ્રસિધ્ધિ માટે બહોળો પ્રચાર ધરાવતા ગુજરાતી તથા અંગ્રેજી દૈનિક પત્રોમાં જાહેરાતઆપવવાની રહે છે. કોઈ એક જિલ્લા કે પ્રાદેશિક વિસ્તાર પૂરતી આવૃતિમાં ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરવામાં ન આવે તેની કાળજી રાખવાની રહે છે.
 
પ્રશ્ન-૧૦ઇ-ટેન્ડરીંગ કેટલી રકમની ખરીદી માટે કરવાનું રહે?
જવાબ રૂ. ૫ લાખ ઉપરની ખરીદી, સેવા હાંસલ કરવી કે જાહેર હરાજી માટે ઇ-ટેન્ડરીંગ કરવાનું રહે છે. ઇ-ટેન્ડરીંગ માટે (n)Code Solutions ને સર્વીસ પ્રોવાઇડર તરીકે નિયુક્ત કરેલ છે.
પ્રશ્ન-૧૧GeM પોર્ટલ પરથી ખરીદી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શું જોગવાઇઓ કરવામાં આવેલ છે?
જવાબ GeM પોર્ટલ પરથી ખરીદી સંદર્ભે (અ) ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક: એસપીઓ-૧૦૨૦૧૫-૬૯૧૦૯૩-ચ , તા.૦૪/૧૦/૨૦૧૭ થી રાજ્યના વહીવટી વિભાગો, ખાતાના વડાઓ તેમજ જિલ્લા, તાલુકા કચેરીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિગેરે દ્વારા થતી ખરીદી GeM પોર્ટલ મારફત જ કરવાની રહે છે. (બ) ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક: એસપીઓ-૧૦૨૦૧૫-૬૯૧૦૯૩-(બો/કોર્પો.)-ચ,તા.૧૪/૦૮/૨૦૧૭ થી રાજ્યના બોર્ડ/કોર્પોરેશન/સોસાયટીઓ/કંપનીઓ /સંસ્થાઓ/વિગેરે દ્વારા થતી ખરીદી GeM પોર્ટલ મારફત જ કરવાની રહે છે.
પ્રશ્ન-૧૨ખરીદી હેઠળની આઇટમ GeM પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય ત્યારે ઇ-ટેન્ડરીંગથી ખરીદી કરી શકાય?
જવાબ જ્યારે GeM પોર્ટલ પર ખરીદી હેઠળની આઇટમ ઉપલબ્ધ ન હોય ત્યારે GeM પોર્ટલના સંબંધિત અધિકારીશ્રીને તે આઇટમ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થાય તે હેતુથી ઇ-મેઇલ કરવાના રહેશે. જો પુરતા પ્રયત્નો બાદ આઇટમ પોર્ટલ પર ઉપલબ્ધ ન થઇ શકે તો ઇ-ટેન્ડર પ્રસિધ્ધ કરવા પરચેઝ એપ્રુવલ કમિટીની પૂર્વ મંજુરી મેળવી ઇ-ટેન્ડરીંગથી ખરીદી કરી શકાય.
પ્રશ્ન-૧૩GeM પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ખરીદ પ્રકિયા અંગેની માહિતી ક્યાંથી ઉપલબ્ધ થઇ શકે?
જવાબ GeM પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ખરીદ પ્રકિયાની માહિતી વેબસાઇટ https://gem.gov.in પર તેમજ FAQ https://gem.gov.in/userFaqs લીંક ઉપર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે GeM Business Facilitator નો સંપર્ક કરી શકાય. રાજ્ય માટે Business Facilitator ના સંપર્ક માટેની લીંક https://gem.gov.in/training#trainers છે.

Office of The Industries Commissionerate Block No. 1, 2nd Floor, Udyog Bhavan, Gandhinagar 382 010. Gujarat. INDIA
Ph. : 23252683/23252617 • Email ID : iccord@gujarat.gov.in

Copyright@2016, The Industries Commissionerate. All Rights Reserved.
Go back to top